Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : One more arrested in cyber fraud worth Rs 1,550 crore

Surat news: 1,550 કરોડના સાયબર ફ્રોડમાં વધુ એકની ધરપકડ, દુબઈથી પરત ફરતા એરપોર્ટ પરથી જ દબોચાયો

Timeછેલ્લું અપડેટ : 28 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Surat news: 1,550 કરોડના સાયબર ફ્રોડમાં વધુ એકની ધરપકડ, દુબઈથી પરત ફરતા એરપોર્ટ પરથી જ દબોચાયો
સોર્સ : GSTV

સુરતના 1,550 કરોડના સાયબર ફ્રોડને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે કાપડના વેપારીમાંથી સાયબર ફ્રોડના માસ્ટરમાઈન્ડ બનેલા દિવ્યેશ ચક્રાણીને પોલીસે ઝડપી પાડી બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉધનાના કરોડોના સાયબર ફ્રોડ ગેંગમાં અત્યાર સુધી 30 શખ્સોની ધરપકડ થઈ છે, જેમાં દિવ્યેશ ચક્રાણી કરંટ બેન્ક એકાઉન્ટ ખોલવા ટાયઅપ કરાવવાની કામગીરી કરતો હતો. તે ગુનો આચરીને દુબઈ ભાગી ગયો હતો. તેની સામે લુકઆઉટ નોટીસ જાહેર થઈ હતી. તે શારજહાંથી સુરત પરત ફરતા એરપોર્ટથી પોલીસે તેને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કુલ રૂ. 2.60 કરોડની મતાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.  

App Store