Surat News: વિશ્વ ગુરુ બનવા માટે જૂના વારસાને અત્યાધુનિક રીતે રજૂ કરવો પડશે

ભારત દેશ એક વખતે વિશ્વ ગુરુ હતો. પરંતુ જૂના વારસાને વિસરી દેવાતા માઠી દશા બેઠી છે. ત્યારે ફરીથી એકવાર ભારત સમગ્ર વિશ્વને આધ્યાત્મિકાથી લઈને આર્થિક અને ટેક્નોલોજી સહિતની બાબતોમાં દિશા બતાવવા આગળ વધી રહ્યો છે. ત્યારે યુવાનોને ફરીથી મુખ્ય માર્ગ પર લાવવા માટે વિશ્વ ગુરુ નામની ગુજરાતી ફિલ્મ આવી રહી છે. જેમાં યુવાનોને આકર્ષતા તમામ પાસાઓને વણી લેવામાં આવ્યા હોવાનું સતિષ પટેલે કહ્યું હતું.
ગૌરવ પાસવાલાએ કહ્યું કે, મારી થોડા જ સમયમાં પાંચ ફિલ્મો આવી છે. જેમાં વિશ્વ ગુરુ વિશેષ ફિલ્મ મારા માટે છે. આમ તો તમામ ફિલ્મોમાં રજૂ કરેલા રોલ દિલની નજીક જ હોય છે. પરંતુ આ ફિલ્મ આવનારી પેઢી માટે માર્ગદર્શક બની રહેશે. ફિલ્મમાં નામાંકિત કલાકારો પોતાનો અભિનય આપી રહ્યાં છે. મુકેશ ખન્ના પણ ફિલ્મમાં ભૂમિકા ભજવી રહ્યાં છે.
અતુલ સોનાર અને શૈલેષ બોઘાણીએ કહ્યું કે, આ ફિલ્મમાં એવાં ભારતની કલ્પનાં કરવામાં આવી છે. જ્યાં સંસ્કૃતિ, સાહિત્ય અને રાષ્ટ્રભક્તિ જીવંત હોય આડા રસ્તે ચડી જતાં યુવાધનને આ ફિલ્મ થકી મેસેજ પણ મળશે અને મનોરંજન પણ મળશે. ગુજરાતી બાદ ભારતની તમામ ભાષાઓમાં આ ફિલ્મને ડબિંગ કરવાનો નિર્ધાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

