VIDEO: બારડોલીમાં નવનિર્મિત પુલ પર ઉદ્ધાટન પહેલા જ પડ્યા ગાબડાં
સોર્સ : Gstv
સુરત જિલ્લાના બારડોલીમાં વરસાદ પડતાં હરિપુરા–કોસાડી વચ્ચે તાપી નદી પર નવનિર્મિત પુલની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ઉદ્ઘાટન પહેલાં જ પુલ પર ઠેરઠેર ગાબડાં અને ભૂવાઓ પડતાં હળવી ગુણવત્તાની કામગીરીની પોલ ખુલી હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. અંદાજે 70 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલા આ પુલની ટકાઉપણાને લઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. લોકોની સુવિધા માટે બનાવાયેલા પુલમાં ગુણવત્તાનું યોગ્ય ધ્યાન રાખવામાં આવ્યું કે નહીં, તે મુદ્દે જવાબદાર તંત્ર સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

