Surat news: મહિલા RFO પર ફાયરિંગ કેસમાં નવો વળાંક, પતિ 6 મહિનાથી ઘડતો હતો હત્યાનો પ્લાન

સુરતના કામરેજ નજીક RFO સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે નિકુંજે માત્ર હત્યાની સોપારી જ નહોતી આપી, પરંતુ છ મહિના પહેલાંથી જ સોનલ પર ફાયરિંગ કરવાનો આખો પ્લાન ઘડ્યો હતો.
શૂટરને સ્પોર્ટ્સ બાઇક પણ આપી હતી
સુરતના કામરેજ નજીક RFO સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસમાં તેમના પતિ અને RTO ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી તથા મિત્ર ઈશ્વરપુરી ગોસ્વામીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે નિકુંજે માત્ર હત્યાની સોપારી જ નહોતી આપી, પરંતુ છ મહિના પહેલાંથી જ સોનલ પર ફાયરિંગ કરવાનો આખો પ્લાન તૈયાર કરી રાખ્યો હતો. એટલું જ નહીં, હત્યાને અંજામ આપવા માટે શૂટર ઈશ્વરપુરીને ખાસ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી સ્પોર્ટ્સ બાઇક પણ આપવામાં આવી હતી. ફાયરિંગ બાદના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ઈશ્વર એ જ બાઈક પર ફરાર થતાં નજરે આવે છે.

