VIDEO: Suratમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ, બે ડૉક્ટર બાદ વચેટિયા સામે નોંધાયો કેસ
સોર્સ : GSTV
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આરોગ્ય વિભાગે ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ડૉ. વિજય ઝડફિયા (લિંબાયત) અને ડૉ. હિતેશ સી. જોષી (અમરોલી) સહિત અનેક લોકોને પોલીસ સકંજામાં લીધા છે. અમરોલીની શિવમ હોસ્પિટલ અને લિંબાયતની ઓમ સાંઈ ક્લિનિકમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ થતું હતું. ગર્ભ પરીક્ષણ માટે રૂ. 10થી 15 હજાર સુધી વસૂલાત થતી હતી અને રોજિંદા 3થી 4 પરીક્ષણ થતો હોવાનું પણ બહાર આવ્યું છે. આ ગેરકાયદે પ્રવૃત્તિમાં મુકેશ બડગુજર સહિત ચાર જેટલા એજન્ટો જોડાયેલા હતા. આરોગ્ય અધિકારી ડૉ. અનિલ પટેલે અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મોબાઇલ ફોનમાં પણ ગર્ભ પરીક્ષણના પુરાવા મળ્યા છે. અમરોલી પોલીસે આરોપીઓ સામે કેસ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

