Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Investigation intensifies in AAP funding case; main accused absconding from Delhi

Surat: AAP ફંડિંગ કેસમાં તપાસનો ધમધમાટ; મુખ્ય આરોપી દિલ્હી ફરાર, 8થી 10 વ્યક્તિઓ પોલીસની રડારમાં

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Surat: AAP ફંડિંગ કેસમાં તપાસનો ધમધમાટ; મુખ્ય આરોપી દિલ્હી ફરાર, 8થી 10 વ્યક્તિઓ પોલીસની રડારમાં
સોર્સ : GSTV

દિલ્હી અને સુરત વચ્ચે આમ આદમી પાર્ટીના પોલિટિકલ ફંડિંગ પ્રકરણમાં સુરત પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દિલ્હીથી મોકલવામાં આવતા ફંડના વિતરણની જવાબદારી સંભાળતા 8થી 10 વ્યક્તિઓ ફરતે પોલીસે તપાસ કેન્દ્રીત કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી પર સકંજો કસવાનું શરૂ કર્યું છે. 

App Store

મુખ્ય આરોપી આકાશ મિશ્રા દિલ્હી ફરાર

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આ તમામ વ્યક્તિઓ અલગ-અલગ જવાબદારીઓ નિભાવતા હતા. જોકે, દિલ્હીથી આંગડિયા મારફતે આવતું ફંડ રિસીવ કરનાર પીપલોદનો આકાશ મિશ્રા સુરત પોલીસને હાથતાળી આપીને દિલ્હી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

રૂ. 1.25 કરોડનું ફંડિંગ અને પૂર્વ મંત્રીનું કનેક્શન

સુરત ક્રાઈમ બ્રાંચ અને ઉમરા પોલીસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચાર વચ્ચે આ પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. ફંડ મોકલનાર દિલ્હીના માજી આરોગ્ય મંત્રીના વિશ્વાસુ હિમાંશુ પાહુજાનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે ખુલ્યું છે. ફંડ રિસીવર તરીકે પીપલોદના આકાશ મિશ્રા અને અજય તિવારી દ્વારા ફંડ લેવામાં આવતું હતું. પ્રાથમિક તપાસમાં છેલ્લા પાંચ-છ મહિનામાં આંગડિયા મારફતે આશરે રૂ.1.25 કરોડ મોકલવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે. 

ઇન્કમટેક્સ વિભાગે તપાસ આદરી

આ કેસમાં ઇન્કમટેક્સ વિભાગે પણ ઝંપલાવ્યું છે અને સુરત પોલીસ પાસેથી માહિતી મેળવી અલગથી તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલે આંગડિયા પેઢીના માલિકની પણ પૂછપરછ હાથ ધરી છે.  

ચૂંટણી પંચનો નવો આદેશ 

ઉમેદવારોએ હવે સોશિયલ મીડિયાના ખર્ચનો હિસાબ પણ આપવો પડશે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને એક મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી દરેક ઉમેદવારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરેલા પ્રચારનો ખર્ચ પણ જાહેર કરવો પડશે. ચૂંટણી ખર્ચના પત્રકમાં અત્યાર સુધી 40 પ્રકારના ખર્ચની વિગતો હતી, જેમાં હવે ક્રમ નં. 41 ઉમેરીને સોશિયલ મીડિયા ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમેદવારોએ પરચુરણ ખર્ચમાં પણ આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડશે. ડિજિટલ યુગમાં રાજકીય પક્ષો લાખો રૂપિયા સોશિયલ મીડિયા પ્રચાર પાછળ ખર્ચે છે, તેથી પારદર્શિતા લાવવા માટે આ નિર્ણય લેવાયો છે.