Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Illegal pregnancy testing busted in Surat, doctor arrested

VIDEO: Suratમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ, ડોક્ટરની ધરપકડ, મશીન કરાયા સીલ

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના અમરોલી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા ગર્ભ પરીક્ષણના રેકેટનો પર્દાફાશ થયો છે. શહેરના કોસાડ રોડ પર આવેલી શિવમ હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણની વિગતો બહાર આવતા તંત્ર દોડતું થયું હતું. જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે ત્યાં છટકું ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે હોસ્પિટલમાં રૂપિયા લઈને ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું. આરોગ્ય અધિનિયમનો ભંગ થતાં તબીબ હિતેશ જોશીની ધરપકડ કરવામાં આવી છે. ડો. હિતેશ જોશી BHMSની ડિગ્રી ધરાવે છે. છતાંય તે ગર્ભ પરીક્ષણ જેવા વિશિષ્ટ તબીબી કામમાં સંકળાયેલા હતા. સ્થળ પરથી સોનોગ્રાફી મશીન પણ સીલ કરવામાં આવ્યું છે. હાલમાં વધુ તપાસ ચાલી રહી છે અને આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

App Store
ટોપિક્સ:suratillegalpregnancy test