Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Husband who went to trap wife is the mastermind of triple murder: 3 women stoned to death to get rid of property and liability

પત્નીને ફસાવવા ગયેલો પતિ જ નીકળ્યો ત્રિપલ મર્ડરનો માસ્ટરમાઇન્ડ: મિલકત અને જવાબદારીમાંથી છૂટકારો મેળવવા 3 મહિલાઓને રહેંસી નાખી

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
પત્નીને ફસાવવા ગયેલો પતિ જ નીકળ્યો ત્રિપલ મર્ડરનો માસ્ટરમાઇન્ડ: મિલકત અને જવાબદારીમાંથી છૂટકારો મેળવવા 3 મહિલાઓને રહેંસી નાખી
સોર્સ : gstv

અમદાવાદ પોતાની સાથે ઘરેણાં અને રોકડ લઈને અલગ રહેવા ગયેલી પત્ની અને તેના ભાઈને ફસાવવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ખોટી બાતમી આપનાર પતિ જ ત્રિપલ મર્ડરનો મુખ્ય સૂત્રધાર નીકળ્યા બાદ પોલીસ તપાસમાં હત્યાના ચોંકાવનારા કારણો સામે આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની સઘન પૂછપરછમાં આરોપી દંપતી માધવદાસ ભક્તિરામ સાધુ અને ઉર્મિલા ઉર્ફે જયાએ કબૂલાત કરી છે કે, લકવાગ્રસ્ત માતાની સાર-સંભાળની જવાબદારીમાંથી મુક્તિ મેળવવા તેમજ વૃદ્ધ દાદીના મકાનો પર કબજો જમાવવા અને રોકડ-કિંમતી સામાન પડાવી લેવા માટે વર્ષ 2022માં એક પછી એક ત્રણ મહિલાઓની હત્યા કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે ત્રિપલ મર્ડર કેસમાં આરોપી દંપતી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

App Store

શું હતી સમગ્ર ઘટના?

અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચે સુરત જિલ્લાના કોસંબા ખાતે 2022માં થયેલી વૃદ્ધા શાંતાબહેન ગંભીરભાઈ વસાવાની હત્યાની મળેલી બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી. બાતમીદાર માધવદાસે પત્ની ઉર્મિલા અને તેના પિતરાઈ ભાઈ સામે હત્યાનો આક્ષેપ કર્યો હતો. જો કે, ક્રાઇમ બ્રાન્ચે પિતરાઈ ભાઈની અટકાયત કરી પૂછપરછ કરતાં તે નિર્દોષ સાબિત થયો હતો. જેથી શંકાના આધારે બાતમીદાર માધવદાસની કડકાઈથી પૂછપરછ કરાતાં સમગ્ર ષડયંત્ર ખુલ્લું પડ્યું હતું. માધવદાસ સાથે 8 મહિનાથી અલગ રહેતી પત્ની ઉર્મિલા પુત્ર, રોકડ અને દાગીના લઈ જતી રહી હોવાથી અદાવત રાખી તેણે પત્ની અને સાળાને ફસાવવા આ બનાવટી વાર્તા રચી હતી.

દંપતીએ મોઢા પર ઓશીકું દબાવી માતાની હત્યા

પોલીસની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં સામે આવ્યું કે, માધવદાસની માતા મંજુલાબહેન ભક્તિરામ સાધુ લકવાગ્રસ્ત હોવાથી તેમની દૈનિક સેવા-ચાકરી કરવી પડતી હતી. આ જવાબદારીમાંથી છૂટકારો મેળવવા દંપતીએ મોઢા પર ઓશીકું દબાવી માતાની હત્યા કરી અગ્નિસંસ્કાર કરી દીધા હતા.

ત્યારબાદ દાદી શાંતાબહેનના મકાનો અને રોકડ-દાગીના પચાવી પાડવા માટે તેમની સાથે રહેતી અને ટીબીથી પીડાતી પૌત્રી ભગવતી કમલેશભાઈ વસાવાની પણ ઓશીકું દબાવી હત્યા કરી લાશ દાટી દીધી હતી. અંતે શાંતાબહેનની હત્યા કરી મૃતદેહ બેરલમાં મૂકી સિમેન્ટ ભરી જમીનમાં ખાડો ખોદી છુપાવી દીધી હોવાનું સામે આવ્યું છે.