Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : hookah bar under the guise of real estate office

VIDEO: Suratમાં  રીયલ એસ્ટેટની ઓફિસની આડમાં દમ મારો દમ, હુક્કાબાર પર રેડ

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2025
લાઇવ ટીવીGoogle News

સુરતના વેસુ ઉધના મગદલ્લા રોડ પર રીયલ એસ્ટેટની ઓફિસની આડમાં ચાલતા હુક્કાબાર પર એસઓજી પોલીસે રેડ કરી હતી. જ્યાંથી પોલીસે હુક્કાબારના માલિકને ઝડપી પાડ્યો હતો. હુક્કા, હુક્કાની ચિલમ, હુક્કાના ફિલ્ટર વગેરે મળી કુલ 26,550 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. વેસુ ઉઘના મગદલ્લા રોડ હેપ્પી રેસીડેન્સીની સામે અરીસ્ટા કોમ્પલેક્ષમાં સાતમાં માળે હુક્કાબાર ચાલતું હતું. જેમા રેડ કરી પોલીસે હુક્કા નંગ-૦૬, હુક્કાની પાઈપ નંગ-૧૫, હુક્કાની ચીલમ નંગ-૦૬ તથા કોલસાના બોક્ષ નંગ-૦૨, હુક્કાના ફિલ્ટર નંગ-૧૫૦  તથા સ્ટીલના ચીપીયા નંગ-૦૨ અને ઇલેક્ટ્રિક સગરી અને સ્ટીલની હાથાવાળી જાળી મળી ૨૧,૧૦૦ રૂપિયાનો મુદામાલ તેમજ રોકડા રૂપિયા ૪૪૫૦ મળી કુલ 26,550 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. માલિક શક્તિસિંહ નવલસિંહ ઝાલાને ઝડપી પાડી તેના વિરુદ્ધમાં વેસુ પોલીસ મથકમાં ગુનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.

App Store
ટોપિક્સ:surathookah barraidreal estate