VIDEO : Surat ના ડીંડોલીમાં રાજકીય ગરમાવો, જમીન વિવાદમાં સરપંચ સામે ડેપ્યુટી મેયરના પુત્રના આકરા પ્રહારો
સોર્સ : gstv
સુરતના ડીંડોલી વિસ્તારના સણીયા ગામમાં જમીન વિવાદ મામલે ડેપ્યુટી મેયરના પુત્ર રાહુલ ચૌધરી અને સરપંચ જસપાલસિંહ સામસામે આવી ગયા છે. વિવાદની શરૂઆત કેનાલ પાસેના પાન-ગલ્લાના મુદ્દે થઈ હતી, જેની એક ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ઓડિયો ક્લિપમાં સરપંચ ગલ્લો અને પાઇપલાઇન મુદ્દે વિવાદ કરતા સાંભળી શકાય છે. રાહુલ ચૌધરીએ અગાઉ ગલ્લો બંધ કરી દીધો હતો, પરંતુ બે દિવસ પૂર્વે સરપંચ જેસીબી મશીન સાથે સ્થળ પર પહોંચ્યા અને જમીનમાં નાખેલી પાઇપલાઇન કાઢી નાખતા મામલો ઉગ્ર બન્યો હતો. રાહુલ ચૌધરીએ આક્ષેપ કર્યો છે કે, સરપંચ માત્ર તેમને ટાર્ગેટ કરી રહ્યા છે, જ્યારે ગૌચરની જમીન પર આવેલા અનેક અન્ય ગેરકાયદેસર દબાણો સામે તેઓ મૌન સેવી રહ્યા છે.

