Surat news: ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મહિલા કરોડોના ગાંજા સાથે કસ્ટમ વિભાગે ઝડપી

સોર્સ : gstv
ગુજરાતના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરીવાર મોટી માત્રામાં હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો છે..કસ્ટમ વિભાગની કાર્યવાહીમાં બેંગકોકથી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં સુરત આવેલી એક મહિલા પેસેન્જર પાસેથી 3 હજાર 114 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો છે.
ગાંજાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ
આ ગાંજાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ છે. કસ્ટમ વિભાગે મહિલાની અટકાયત કરી તપાસ શરૂ કરી છે. સુરત એરપોર્ટ નશીલા પદાર્થોની હેરાફેરી કરતા પેડલરોનું હબ બન્યું હોવાની ચર્ચા છે

