Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : cleanliness, the lax behavior of the administration

સ્વચ્છતામાં નંબર 1 સુરતની વાસ્તવિકતા, શ્રમિક વિસ્તારમાં તંત્રનું ઓરમાયું વર્તન ઠેર ઠેર ગંદકીના ગંજ

Timeછેલ્લું અપડેટ : 10 Feb 2025
લાઇવ ટીવીGoogle News
સ્વચ્છતામાં નંબર 1 સુરતની વાસ્તવિકતા, શ્રમિક વિસ્તારમાં તંત્રનું ઓરમાયું વર્તન ઠેર ઠેર ગંદકીના ગંજ

સુરત શહેર સ્વચ્છતામાં સમગ્ર દેશમાં નંબર ૧ છે. સ્માર્ટ સિટીમાં સ્વચ્છતા અમુક વિસ્તારમાં સિમિત હોવાનું સામે આવ્યું છે. શ્રમિક અને ગરીબ વિસ્તારમાં ગંદકીના ગંજ જોવા મળી રહ્યાં છે. લોકો ઉભરાતી ગટર અને કચરાના ઢગલા વચ્ચે રહેવા મજબૂર હોવાની વરવી વાસ્તવિકતા સામે આવી રહી છે..

App Store

કોંગ્રેસના આક્ષેપ

કોંગ્રેસના આગેવાને કહ્યું કે, સતત બણગાં ફૂંકનાર ભાજપ શાસકો ગરીબ શ્રમિક વસ્તી ધરાવતા વિસ્તાર સાથે કેવું ઓરમાયું વર્તન કરે છે. જેની આ કડવી વાસ્તવિકતા છે. હાલમાં જ્યાં પેટા ચૂંટણી છે એ સુરત મહાનગરપાલિકા વોર્ડ નં. ૧૮ (લિંબાયત - પરવટ - કુંભારીયા)માં આવેલ આઝાદ ચોક,ગલી નં. ૬,મીઠીખાડી સ્લમ વિસ્તારની આ દુર્દશા રોજીંદી બની ગઈ છે.

ધૃતરાષ્ટ્ર બન્યુ તંત્ર

રોજ સવારે ૬.૦૦ કલાક થી ૯.૦૦ કલાક સુધી આવી વિકટ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને ઉપયોગ કરવાની ફરજ પડે છે.સદર સમસ્યાની સ્થાનિકો દ્વારા ફરિયાદો છતાં સુમનપાનું વહીવટી તંત્ર જાણે આ વિસ્તાર એનાં કાર્યક્ષેત્ર (નકશા)માં ન આવતું હોય એવી રીતે "ધૃતરાષ્ટ્ર" બને છે. સુરત મહાનગરપાલિકાનાં વહીવટમાં અન્યાય કરવામાં આવે છે.