Surat news: ફોરેસ્ટ ટ્રેડિંગના નામે લોકો સાથે છેતરપિંડી કરતો શખ્સ મુંબઈથી ઝડપાયો, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતના સુરતમાં ફોરેસ્ટ ટ્રેડિંગના નામે લોકો સાથે છેતરપિંડી કરતો શખ્સ મુંબઈથી ઝડપાયો છે. મળતા અહેવાલ પ્રમાણે વૃદ્ધ પાસે HYFIN MARKETS LTD નામની ફોરેક્સ કંપનીમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ આપીને રોકાણ કરાવ્યું હતું.
ફરિયાદીને વાર્ષિક રોકાણ પર ઉચું રિટર્ન મળશે તેવી લાલચ આપી
તો બીજી તરફ કોલ કરનાર વ્યક્તિ દ્વારા ફરિયાદીને વાર્ષિક રોકાણ પર ઉચું રિટર્ન મળશે તેવી લાલચ આપી હતી. ઉલ્લેખનીય છે કે ફરિયાદ નોંધાવનાર વૃદ્ધે પ્રથમ વખત 3 લાખ જેટલી રકમ આ કંપનીમાં રોક્યા હતા. ત્યાર બાદ તેમને વળતર સાથે પરત રૂપિયા મળ્યા હતા, આમ વિશ્વાસમાં લઈને વૃદ્ધને ફરીથી રૂપિયા રોકાણ કરાવનું આરોપીએ જણાવ્યું હતું, ત્યારબાદ વૃદ્ધે 29 લાખની રકમ રોકી હતી.
સાયબર ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી આરોપીને દબોચ્યો
ઘણા સમય સુધી રૂપિયા પરત ન આવતા વૃદ્ધને છેતરપિંડી થઈ હોવાનું માલુમ થયું હતું. સમગ્ર મામલે વૃદ્ધે સાયબર હેલ્પલાઈન પર ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ દાખલ થતાં જ સાયબર ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે આરોપીને મુંબઈથી દબોચ્યો હતો. આરોપીએ ઉપયોગમાં લીધેલ બેંક ખાતા પર NCCRP પોર્ટલ પર 9 ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

