VIDEO: સુરતઃ મનપાની ઘોર બેદરકારી, પ્રિ-મોન્સૂન કામગીરીમાં કરોડોનું ક્રેન મશીન ખાડીમાં ગરકાવ
સુરતના ઉધના સાઉથ ઝોનમાંથી ચોંકાવનારા સમાચાર સામે

સુરતના ઉધના સાઉથ ઝોનમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત ચાલી રહેલી ખાડી સફાઈ દરમિયાન સુરત મહાનગરપાલિકાની મોટી બેદરકારી છતી થઈ છે. ખાડીમાં અચાનક પાણીનું સ્તર વધી જતાં સફાઈ કરી રહેલું મહાકાય ક્રેન મશીન ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયું હતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણી વધવા છતાં તંત્રએ કોઈ તકેદારી રાખી નહોતી. ચોંકાવનારી વાત એ છે કે કરોડો રૂપિયાનું સરકારી મશીન જોખમમાં મુકાયું હોવા છતાં પાલિકાના એક પણ ઉચ્ચ અધિકારી ઘટનાસ્થળે ફરક્યા નહોતા. તંત્રના આ અણઘડ આયોજનને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.




