Banaskantha: ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે મૃતકના પરિવાજનોની અરજી સુપ્રીમ કોર્ટે સ્વીકારી
Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડા બ્લાસ્ટ કેસનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. ઘટનામ

Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડા બ્લાસ્ટ કેસનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. ઘટનામાં 22 લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. મૃતકના પરિવાજનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. દરેક મૃતકોને બે કરોડનું વળતર આપવાની માંગ સાથે અરજી કરવામાં આવી છે. સમગ્ર તપાસ ગુજરાત બહારની પોલીસને સોંપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
સરકારના સંબધિત અધિકારીઓ વિરૂદ્ધ પણ નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે. આ સાથે તમામ ફટાકડા ઉત્પાદન ફેક્ટરીમાં તપાસ કરવવા પણ માંગ કરી છે. સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે અરજી સ્વીકારી સંબધિત પક્ષકારોને નોટિસ ફટકારી છે. 29 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.


