મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બાઈક પર સ્ટંટ કરનારા જોઈ લેજો, નવસારીમાં સ્ટંટબાજનો પગ થઈ ગયો નોખો

9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસે આદિવાસી સમાજ દ્વારા ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે નવસારીના અગાસી ગામમાં વિશ્વ આદિવાસ

VIDEO: બાઈક પર સ્ટંટ કરનારા જોઈ લેજો, નવસારીમાં સ્ટંટબાજનો પગ થઈ ગયો નોખો

9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસે આદિવાસી સમાજ દ્વારા ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે નવસારીના અગાસી ગામમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણીમાં કેટલાક યુવાનો જોખમી રીતે બાઈક સ્ટંટ કરીને કાયદાનું સરેઆમ ઉલંઘન કર્યા હોય તેવા વીડિયો સોશિયલ માડિયામાં વાયરલ થઈ રહ્યા છે. એટલું જ નહીં સ્ટંટ દરમ્યાન એક યુવાનને ગંભીર અકસ્માત થયો હતો. બીજી તરફ પોલીસ કર્મચારીઓ બાઇક સ્ટંટ કરવાની ના પાડતા આ યુવાનોને હુમલો કર્યો હતો. 

વિશ્વ આદિવાસી દિવસે નવસારી જિલ્લાના ખેરગામ ગામમા કેટલાક યુવાનો રોડની વચ્ચે બિન્દાસપણે બાઈક સ્ટંટ કરી રહ્યા હતા. જેમાં વાયરલ થયેલા એક વીડિયોમાં એક યુવક સ્ટંટ કરી રહ્યો હતો ત્યારે સામેથી આવેલો યુવક તેની સાથે ધડાકાભેર અથડાયો હતો. પરિણામે રસ્તા પર ઉછળેલા આ યુવકનો પગ નોખો થઈ ગયો હતો.  અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજા પહોંચતા ધરમપુર ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. 

બીજા એક વાઈરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પોલીસ કર્મચારીઓ આ યુવાનોને બાઇક સ્ટંટ કરવાની ના પાડવા સાથે રોકી રહ્યા છે અને જેમાં કેટલાક યુવાનોએ આવેશમાં આવી જઈ એક પોલીસ કર્મચારીને પણ ધક્કો મારીને નીચે પાડી દેતા હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે. 

બીજી તરફ વાયરલ થયેલા વીડિયો અંગે નવસારી જિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલ કહ્યું કે, વીડિયોમાં દેખાતા કેટલાક યુવાનોને રાઉન્ડ અપ પણ કર્યા છે, સાથે જ આગામી સમયમાં ઘટનામાં સંડોવાયેલા યુવાન વિરુદ્ધ FIR પણ દાખલ થશે સાથે જ કાયદેસરની ધરપકડ કરી તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે.

આ સમાચાર શેર કરો