VIDEO: સગાઈ તૂટતાં સંગ્રામ: ડીસાના શેરપુરામાં બે જૂથો વચ્ચે ધોકા-લાકડીઓથી સનસનાટીભરી મારામારી!
બનાસકાંઠાના ડીસા તાલુકાના શેરપુરા ગામેથી એક ચોંકાવનારા અને


બનાસકાંઠાના ડીસા તાલુકાના શેરપુરા ગામેથી એક ચોંકાવનારા અને ચકચારી સમાચાર સામે આવ્યા છે. અહીં જાટ સમાજમાં સગાઈ તોડવાના મુદ્દે બે પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો એટલો બિચક્યો કે બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા. જોતજોતામાં વાતાવરણ તંગ બની ગયું અને બંને પક્ષોએ એકબીજા પર લાકડીઓ તેમજ ધોકા વડે હિચકારો હુમલો કરી દીધો હતો. આ લોહિયાળ ખેલને કારણે આખા ગામમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો, જેમાં અનેક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ હિંસક ઘટના અંગે ડીસા તાલુકા પોલીસ મથકે વિધિવત રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.




