મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતીઓની ઘારી માટે જોરદાર તૈયારી

સુરતીઓના પ્રિય તહેવાર ચાંદની પડવાને લઈને ઘારીનું ઉત્પાદન અને વેચાણ જોરશોરથી શરૂ થઈ ગયું છે. સુરતમાં ઘારીની વિવિધ વેરાયટીઓ ગ્રાહકોને આકર્ષી રહી છે. ઘારી વિક્રેતા મનોજ ઘારીવાળાના જણાવ્યા અનુસાર, હાલમાં ઘારીના ભાવ પ્રતિ કિલો 980, 1040 અને 1080 રૂપિયા સુધી છે. મસાલા અને કાચા માલના ભાવ વધવાથી ઘરાકી પર થોડી અસર થવાની શક્યતા છે, પરંતુ સુરતીઓના ખાવા-પીવાના શોખને કારણે વેચાણ સારું રહેવાની આશા છે. માવા, બદામ-પિસ્તા અને કેસર-બદામ-પિસ્તા ઘારીની મુખ્ય માંગ છે, જ્યારે ચોકલેટ અને અન્ય ડ્રાયફ્રૂટ ઘારી પણ બજારમાં ઉપલબ્ધ છે.

આ સમાચાર શેર કરો