Video: અંબાજીમાં રાવણ દહનમાં પથ્થરમારો, ભારે રોષ

બનાસકાંઠાના અંબાજીમાં વિજયાદશમીની રાત્રે રાવણ દહન કાર્યક્રમ દરમિયાન અસામાજિક તત્વોએ અચાનક ભારે પથ્થરમારો કરતા ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં નાની બાળકી, સગર્ભા મહિલા અને એક પોલીસકર્મી સહિત ત્રણથી ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થળ પર પોલીસની હાજરી હોવા છતાં બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંબાજી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, જેમાં પાપડ વેચતા યુવક તથા બે ભાઈઓ પર હુમલો અને આબુરોડ માર્ગ પરની ગુંડાગીરી શામેલ છે. તમામ આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાથી ખાખીની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.





