Ahmedabad News: ભાડાની આવક બંધ થતા દુકાન માલિકે બિલ્ડરને આપી ધમકી, આખરે માલિક સામે ફરિયાદ
Ahmedabad News: અમદાવાદમાં એક બિલ્ડરે તેની બિલ્ડીંગમાં દુકાન ખરીદનાર શખ્સ સામે ફરિયાદ કરી હોવાનું

Ahmedabad News: અમદાવાદમાં એક બિલ્ડરે તેની બિલ્ડીંગમાં દુકાન ખરીદનાર શખ્સ સામે ફરિયાદ કરી હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બિલ્ડરે ફરિયાદ નોંધાવી છે. મેમનગર ખાતે આર્યન વર્ક સ્પેસ 3 નામની બિલ્ડીંગની દુકાન 1 કરોડમાં અમુલ દેસાઈને વેચાણ કરી હતી. જે દુકાનમાં અર્પણ પંચાલ નામનો વ્યક્તિ પીઝાની દુકાન ચલાવતો હતો.
દુકાન વેચાણ કર્યા બાદ અર્પણ પંચાલે પિઝા શોપ બંધ કરી દીધી હતી. જેથી ભાડાની આવક બંધ થતા અમુલ દેસાઈએ બિલ્ડરને ધમકી આપવાનું ચાલુ કર્યું હતું. બિલ્ડરને બદનામ કરવા માટે દુકાન આગળ બેનરો પણ લગાવ્યા હતા. તેમજ પોતાનો ભાઈ પ્રાંત ઓફિસર છે કહીને જોઈ લેવાની ધમકી આપી હતી. બિલ્ડરની ઓફિસમાં પ્રવેશી 1.80 કરોડમાં દુકાન પાછી લઈ લેવાનું બિલ્ડરને કહ્યું હતું. દુકાન પાછી ન લઈ શકે તો ભાડાની નુકસાની પેટે 44.89 લાખ આપી દેવાનું કહ્યું હતું. અંતે તનય શાહ નામના બિલ્ડરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અમુલભાઈ સોમાભાઈ દેસાઈ સામે ફરિયાદ નોંધાવી છે.



