ઈન્ડો-મ્યાનમાર બોર્ડર ડ્રગ્સ નેટવર્ક અંગે EDની તપાસમાં ચોંકાવનારા થયા ખુલાસા, જાણો આખો મામલો
દેશની સૌથી જાણીતી તપાસ એજન્સી EDએ ઈન્

દેશની સૌથી જાણીતી તપાસ એજન્સી EDએ ઈન્ડો-મ્યાનમાર બોર્ડર ડ્રગ્સ નેટવર્ક અંગે તપાસ શરૂ કર્યા બાદ આ તપાસમાં સૌથી મહત્ત્વના અને ચોંકાવનારા ખુલાસા થવા પામ્યા હતા. જેમાં મિઝોરમ થકી ફાઇનાન્સિયલ અને સ્મગલિંગ લિંક્સ ભારતના અન્ય રાજ્યો સુધી પથરાયેલી હોવાનું સામે આવ્યું હતું. જેથી EDએ ટ્રક નેટવર્કમાં 21 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કર્યા હતા. મિઝોરમ પોલીસની તપાસમાં ગુજરાતની ક્રિશિવ એન્ટરપ્રાઇઝીસ ફર્મની પણ સંડોવણી સામે આવી હતી.
આ ક્રિશિવ એન્ટરપ્રાઇઝીસ દ્વારા સ્યુડોએફેડ્રીન ટેબ્લેટ અને કેફેઈન એન હાઈડ્રસ્ સપ્લાય કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. મિઝોરમ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓના આર્થિક વ્યવહારો પરથી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો. આ ડ્રગ્સ નેટવર્કમાં હવાલા ટ્રાન્જેક્શનમાં સામેલ આસામના અબુ સાલેહ સેફુદ્દીનની સંડોવણી સામે આવી હતી. મેથેમ્ફેટામાઈન બનાવવા માટેનું રો-મટીરીયલ બોર્ડરથી મ્યાનમાર પહોંચાડવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે. બુ સાલેહ સાથે મિઝોરમના ચંફાઈથી ઝોડીનથારા અને લાલરામપરી નામના શખ્સો પણ સામેલ થવાનો વધુ ખુલાસો સામે આવ્યો છે. આ ઉપરાંત મ્યાનમારના એક વ્યક્તિ દ્વારા ભારતીય વ્યક્તિના GST એકાઉન્ટનો ઉપયોગ કરાતો હોવાનું પણ સામે આવ્યું છે. મિઝોરમ બોર્ડરથી ચાલતા ડ્રગ્સ નેટવર્કની તપાસમાં હજી મોટા ખુલાસા થાય એવી શક્યતાઓ છે.




