VIDEO: Surat / ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે કોમર્શિયલ ગેસની ભારે અછત; 67 કોમર્શિયલ ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સને નથી મળતો પૂરતો જથ્થો
ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના ભીષણ યુદ્ધની સીધી અને માઠી અસર હવે સુરતના ઉદ્યોગો અને ખાનપાનના વ્યવસાય પર જોવા મ
ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના ભીષણ યુદ્ધની સીધી અને માઠી અસર હવે સુરતના ઉદ્યોગો અને ખાનપાનના વ્યવસાય પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસ સપ્લાય ચેઈન ખોરવાતા સુરતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે શહેરના હોટલ-રેસ્ટોરન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ એકમો મુશ્કેલીમાં મુકાયા છે.
સુરત શહેરમાં કાર્યરત HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ જેવી મુખ્ય કંપનીઓના પ્લાન્ટ પરથી કોમર્શિયલ ગેસનો પુરવઠો મળતો બંધ થઈ ગયો છે. શહેરના અંદાજે 67 જેટલા કોમર્શિયલ ડિસ્ટ્રીબ્યુટર્સ પાસે હાલમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી. સ્થિતિ એટલી ગંભીર છે કે આખો દિવસ પસાર થવા છતાં એક પણ ડિસ્ટ્રીબ્યુટરને કંપની દ્વારા ગેસનો સપ્લાય આપવામાં આવ્યો નથી.
ગેસનો જથ્થો મેળવવા માટે સુરતના તમામ ગેસ પ્લાન્ટ પર ડિસ્ટ્રીબ્યુટરોની ગાડીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. કલાકો સુધી રાહ જોવા છતાં પુરવઠો ન મળતા ડિસ્ટ્રીબ્યુટરોમાં પણ રોષ અને ચિંતા જોવા મળી રહી છે. કંપનીઓ પાસે સ્ટોક ન હોવાને કારણે ડિસ્ટ્રીબ્યુટરોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે. તેમજ રેસ્ટોરન્ટ, કેન્ટીન અને ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પણ કોમર્શિયલ ગેસનો પુરવઠો પહોંચાડી શકાયો નથી.




