મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટ સિવિલની ગંભીર બેદરકારી: દર્દીને સ્ટ્રેચર ન મળતાં સગા ખોળામાં ઊંચકીને લઈ જવા મજબૂર

સોર્સ: gstv

રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવતાં માનવતા શરમાઈ છે. હોસ્પિટલનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તંત્રની ઘોર બેદરકારી સ્પષ્ટપણે જોઈ શકાય છે. અહીં સારવાર અર્થે આવેલ એક ગંભીર દર્દીને હોસ્પિટલ તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધા સમાન સ્ટ્રેચર પણ પૂરું પાડવામાં આવ્યું ન હતું. પરિણામે દર્દીના લાચાર પરિવારે ઇમર્જન્સી વોર્ડની બહાર જ દર્દીને પોતાના ખોળામાં બેસાડીને તેમજ ઊંચકીને અંદર સારવાર માટે લઈ જવાની ફરજ પડી હતી. ઇમર્જન્સી વોર્ડની બહાર બનેલી આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ સિવિલ હોસ્પિટલની કામગીરી અને દર્દીઓની સુવિધાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

આ સમાચાર શેર કરો