સુરતમાં ધોરણ 10-12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે ભયમુક્ત પરિક્ષા આપવા અંગે યોજાયો સેમિનાર
સુરતના પારસ પાંધી દ્વારા ધ રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતી માધ્યમ દ્વારા ધોરણ

સુરતના પારસ પાંધી દ્વારા ધ રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતી માધ્યમ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થી અને વાલી માટે કેરિયરગાઇડન્સ અને બોર્ડ પરિક્ષા “ભયમુકત” અપાવવા અંગે સંજીવકુમાર ઓડીટોરીયમ ખાતે સેમીનારનું આયોજન કર્યું હતું. જેમાં કુલ ૪૫૦ વિદ્યાર્થી અને ૬૫૦ વાલી ઉપસ્થિત રહી “સફળતા કી ચિનગારી” કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. જેમાં મુખ્ય મેહમાન તરીકે જીલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર,પી.પી.સ્વામી,પરબતભાઈ ડાંગસીયા હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં શાળાના ધોરણ ૧૨ સાયન્સ અને કોમર્સના બોર્ડ માર્ચ ૨૦૨૪ પરિક્ષામાં A1 ગ્રેડ મેળવેલ ૧૨ વિદ્યાર્થીને E-BIKE,લેપટોપ, ટેબ્લેટ, સ્માર્ટ ફોન અને સ્માર્ટવોચની સાથે સાથે ચેક અર્પણ કરી માતા-પિતા અને વાલીને સન્માનિત કર્યા હતા. સાથે સાથે ચાલુ વર્ષે ફેબુઆરી/માર્ચ ૨૦૨૫ ની પરિક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીને બોર્ડ પરિક્ષા હસતા-હસતા,ભયવિના કેમ પરિક્ષા આપી શકાઈ તેનું માર્ગદર્શન પારસ પાંધી દ્વારા આપવામાં આવ્યું હતું.
પરિક્ષામાં સમયનું આયોજન અને રીવીઝનનું આયોજન નું સચોટ માર્ગદર્શન આપેલ હતું. વિશેષમાં પારસ પાંધી દ્વારા માતા પિતાને પોતાના વ્ય્ક્તત્વય ની મદદથી વિનંતી કરવામાં આવી કે વિદ્યાર્થીને કોઈની સાથે સરખામણી ન કરો તેની પાસે ઊંચા ટકાવારીની માંગણી ન કરો બલકી તમે તેના સાચા મિત્રો અને માર્ગદર્શક છો તેમ દર્શાવી તેમની પાસે ધાર્યું પરિણામ લાવવા પ્રયત્ન કરો પણ દબાણ નહિ કરો.આ કાર્યમાં શાળાના આચાર્ય અને શિક્ષકો તમારી સાથે છે




