મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રહેણાંક વિસ્તારમાં સીલ કરેલી ફટાકડાની દુકાનો ફરી ધમધમતી થઈ

સોર્સ: gstv

અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા ખાડિયામાં ફરીથી ફટાકડાની દુકાનો શરૂ કરી દેવાતાં ચર્ચાનો વિષય બન્યો છે . રહેણાંક વિસ્તારમાં આવેલી આ દુકાનોમાં ફટાકડાનો ધંધો શરૂ થતાં જ વિપક્ષ અને સ્થાનિક લોકોએ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અગાઉ રામોલમાં ઘટેલી દુર્ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાહપુર, કાલુપુર અને ખાડિયા વિસ્તારની ફટાકડાની દુકાનો સીલ કરી દેવામાં આવી હતી. નિયમોનું પાલન ન થતું હોવાથી તંત્રએ સીલિંગની કાર્યવાહી કરી હતી, પરંતુ હવે અચાનક આ દુકાનો ફરી શરૂ થઈ જતાં સ્થાનિકોમાં ભારે ચિંતા અને ડર જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો