VIDEO: દરિયાનો પ્રકોપ: નવસારીના ઉભરાટ બીચ પર ભારે ધોવાણ, દરિયો આગળ વધતાં ફફડાટ!
નવસારી જિલ્લામાં ચાલી રહેલા વરસાદી માહોલ વચ્ચે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જલાલપ

નવસારી જિલ્લામાં ચાલી રહેલા વરસાદી માહોલ વચ્ચે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જલાલપોર તાલુકામાં આવેલા પ્રખ્યાત ઉભરાટ દરિયા કિનારે મોટા પ્રમાણમાં દરિયાઈ ધોવાણ શરૂ થઈ ગયું છે. દરિયો સતત આગળ વધી રહ્યો છે, જેને કારણે કાંઠા વિસ્તારના ગામોમાં રહેતા ગ્રામજનોની ચિંતામાં મોટો વધારો થયો છે. દર દરિયાઈ મોસમમાં કાંઠા વિસ્તારના ગામોમાં થતું આ ધોવાણ સ્થાનિકો માટે એક મોટો યક્ષ પ્રશ્ન બની ગયું છે. આગામી સમયમાં આવી રહેલી અષાઢી બીજની દરિયાઈ ભરતીને લઈને સ્થાનિક માછીમારો અને ગ્રામજનોમાં અત્યારથી જ ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જો ભરતીના કારણે દરિયો વધુ આક્રમક બનશે તો કિનારાના વિસ્તારોને મોટું નુકસાન થઈ શકે છે.




