સાબરકાંઠામાં વિદ્યાર્થીઓને આપવાની સાઈકલો વેચી દેવાનું કૌભાંડ, ખાનગી દુકાનમાં જોવા મળી સાઈકલો
સાબરકાંઠાના વડાલી તાલુકામાં આખરે 2023માં ગ્રાન્ટ મળેલી સાયકલો જોવા મળી. સાબરકાંઠામાં શાળા પ્રવેશોત્સવ 20

સાબરકાંઠાના વડાલી તાલુકામાં આખરે 2023માં ગ્રાન્ટ મળેલી સાયકલો જોવા મળી. સાબરકાંઠામાં શાળા પ્રવેશોત્સવ 2023 હેઠળ દુર ગામથી શાળાએ ભણવા જતાં બાળકો માટે સરકાર દ્વારા સાઈકલની ગ્રાન્ટ પાસ કરવામાં આવી હતી. જો કે સરકારી સાઇકલો પ્રાઇવેટ દુકાને ઉતારવામાં આવતાં લોકોમાં અનેક તર્ક વિતર્કની ભાવનાઓ ઉઠી રહી છે.
આ પણ વાંચો : VIDEO: અમદાવાદની શાળામાં AC લગાવવા મુદ્દે શિક્ષિકા વાલીઓને ફોસલાવતી હોવાનો વીડિયો વાયરલ
2023ની ગ્રાન્ટની સાઇકલો હજુ સુધી આપવામાં આવી નથી. સાબરકાંઠા જિલ્લામાં સાયકલોનું વિતરણ ન થતા વિદ્યાર્થીના વાલીઓએ અનેક આક્ષેપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વાલીઓને સાયકલ તૈયાર કરાવી ઘરે લઈ જવાનું કહેવાયું હતું પરંતુ સાઈકલ ભંગાર બની ચુકી છે. એવામાં કોઈ ખાનગી દુકાન પાસે શાળા પ્રવેશોત્સવની સાઈકલ જોવા મળતાં લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે.




