મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરની કાર્બોસેલ ખાણમાં પાંચ મજૂરોના મોત મામલે સાયલા મામલતદારનું નિવેદન

સુરેન્દ્રનગર ખાણમાં પાંચ મજૂરોના મોત મામલે સાયલા મામલતદારનું નિવેદન સામે આવ્યું છે. સુરેન્દ્રન

સુરેન્દ્રનગરની કાર્બોસેલ ખાણમાં પાંચ મજૂરોના મોત મામલે સાયલા મામલતદારનું નિવેદન

સુરેન્દ્રનગર ખાણમાં પાંચ મજૂરોના મોત મામલે સાયલા મામલતદારનું નિવેદન સામે આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલાના ચોરવીરાની સીમમાં કાર્બોસેલ ખાણમાં પાંચ મજૂરોના મોત નિપજ્યા હતા. મજૂરોના મોત મામલે ડેપ્યુટી કલેકટર, મામલતદાર, પીએસઆઇ, સહિત પોલીસ કાફલા દ્વારા પૂરી રાત અને દિવસ તપાસ આરંભી હતી.

દિવસ દરમિયાન ખાણ ખનીજની ટીમ પણ ઘટનાને પગલે દોડી આવી હતી. ખાણ ખનીજ વિભાગ દ્વારા બિન વારસી બે ચરખી જપ્ત કરવામાં આવી છે. સાયલા મામલતદારના જણાવ્યા પ્રમાણે, કાર્બોસેલની ખાણમાં પરપ્રાંતીય પાંચ મજૂરોના મોત થયા હોય તેવું કાઈ સ્પષ્ટ થતું નથી. મોત થયા હોય તે બાબત સમગ્ર વિસ્તારની તપાસ કરતા ક્યાય કોઈ આવો બનાવ બન્યો હોય તવુ સામે આવ્યો નથી.

આ સમાચાર શેર કરો