VIDEO: સાયલા હાઈવે બન્યો 'ડેથ ટ્રેપ': ઓથોરિટીની ઘોર લાપરવાહી
સાયલા-ચોટીલા હાઈવે પર ડોળિયા ગામ પાસેનો ઓવરબ્રિજ લાંબા સમયથી બંધ હોવાથી અકસ્માતો વધ્યા છ

સાયલા-ચોટીલા હાઈવે પર ડોળિયા ગામ પાસેનો ઓવરબ્રિજ લાંબા સમયથી બંધ હોવાથી અકસ્માતો વધ્યા છે. હાઈવે ઓથોરિટીએ યોગ્ય ડાયવર્ઝન કે રિફ્લેક્ટર બોર્ડ લગાવવાને બદલે માત્ર માટીના ઢગલા કરી રસ્તો બંધ કરી દીધો છે. ચેતવણીના અભાવે રાત્રિના સમયે વાહનચાલકો છેતરાય છે, જેના કારણે તાજેતરમાં જ ત્રણ કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વારંવારની રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે. સ્થાનિકો પૂછી રહ્યા છે કે કોઈ મોટી જાનહાનિ થશે તો જવાબદાર કોણ?




