મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરેન્દ્રનગરમાં સૌની યોજના એક મહિનાથી બંધ

સુરેન્દ્રનગરમાં સૌની યોજના એક મહિનાથી બંધ — સોર્સ: gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં સૌની યોજનાની પાઇપલાઇનો છેલ્લા એક મહિનાથી બંધ છે..જેથી ગામડાઓમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ચોટીલા, મૂળી, થાનગઢ અને ધ્રાંગધ્રા તાલુકાના ગામડાઓમાં તેનાથી માઠી અસર પડી છે. આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદની ૨૫ ટકા જેટલી ઘટ નોંધાવાને કારણે ગામડાઓના તળાવો પણ તળિયા ઝાટક થઈ ગયા છે. પાણી અને ઘાસચારાની ભારે અછતના પગલે પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે ગામડાઓ હવે ખાલી થવા લાગ્યા છે. પશુપાલકો અને માલધારીઓએ પોતાના મૂંગા પશુઓ સાથે અન્યત્ર હિજરત કરવાનું શરૂ કરી દીધું છે. આ ગંભીર કટોકટીમાંથી રાહત મેળવવા માટે સૌરાષ્ટ્રને પીવાનું પાણી પૂરું પાડતી સૌની યોજના તત્કાલ ભરાય તેવી માંગ કરાઈ છે

આ સમાચાર શેર કરો