Video: વલસાડની સોળસૂંબા પંચાયતના સરપંચ-ઉપસરપંચ સસ્પેન્ડ

વલસાડની ચર્ચિત સોળસૂંબા ગ્રામપંચાયતમાં ચૂંટણી ટાણે જ રાજકારણ ગરમાયું છે. સત્તાના દુરુપયોગના મામલે જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ અને ઉપસરપંચને ફરીથી બરતરફ કરવાનો હુકમ કર્યો છે. આ વારંવાર થતી કાર્યવાહીથી અધિકારીઓની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે. આ સમગ્ર વિવાદ પાછળ ભાજપના આગેવાન મણિલાલ પટેલ અને ધારાસભ્ય રમણ પાટકર વચ્ચેની આંતરિક ખેંચાણ અને રાજકીય દાવા-પેચ મુખ્ય ચર્ચાનો વિષય બન્યા છે.




