VIDEO: સાબર ડેરીમાં સોમવારે સામાન્ય સભા યોજાશે, સાડા 3 લાખ પશુપાલકોના હિતમાં નિર્ણય નહિ લેવાય તો આંદોલન થશે
VIDEO: સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની સાબર ડેરીમાં સોમવારે 11 ઓગસ્ટે સામાન્ય સભા મળશે. જો કે, સામાન્ય સભા યોજાય તે પહેલા પશુપાલક ચેતન પટેલે નિવેદન આપ્યું હતું. તેમને જણાવ્યું કે, સાડા 3 લાખ પશુપાલકોના હિતમાં યોગ્ય નિર્ણય નહિં લેવામાં આવે તો અચોક્કસ મુદતના આંદોલનની ચીમકી. અગાઉ 14 જુલાઈના રોજ પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેથી સાબર ડેરીમાં ભાવફેરને લઈ ઉગ્ર વિરોધ થયો હતો.
સાબર ડેરીના પશુપાલકો તેમજ પોલીસ વચ્ચેના ઘર્ષણ બાદ આવતીકાલે યોજનારી સામાન્ય સભા ખૂબ મહત્વપૂર્ણ છે. સાબરડેરી દ્વારા 395 રૂપિયા પ્રતિ કિલો ફેટે જાહેર ભાવફેર કરવામાં આવ્યો છે. પશુપાલકો કરી રહ્યા છે 20 ટકા ભાવફેરની માંગ. સામાન્ય સભામાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની સહકારી દૂધ મંડળીના ચેરમેનો રહેશે ઉપસ્થિત.પશુપાલક મહિલાઓને રાખડી લઈ સાબરડેરી પહોંચવા ચેતન પટેલનું આહવાન. સાબર ડેરી ખાતે સામાન્ય સભાને લઈને ગોઠવાયો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત.જેથી પોલીસથી ન ડરવાનો ચેતન પટેલે કરી હાકલ. યોગ્ય નિર્ણય ન લેવામાં આવે તો પશુપાલકોને સાથે લઈ 12 ઓગસ્ટ થી નોંધાવશે ચેતન પટેલ વિરોધ.

