VIDEO: રાજ્ય સરકારના એક જ પરિપત્રે હાલમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી
રાજ્ય સરકારના એક જ પરિપત્રે હાલમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. બાજરી, મકાઈ તથા જુવારની ટેકાના ભાવે ખરીદી કરવાની રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ ગઈકાલે રાતો રાત બીજો પરિપત્ર કરી ખરીદીમાં કાપ મુકવાની સુચના આપતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે..રાજ્ય સરકારે મોટા ઉપાડે મકાઈ, જુવાર અને બાજરીની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કર્યા બાદ ગઈકાલે રાત્રે એક બીજો પરિપત્ર જાહેર કરીને આ ખરીદીમાં મોટો કાપ મૂકી દેવામાં આવ્યો છે....જેને લઈને વેચાણ કેન્દ્ર ઉપર ગયેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા... ખરીદકેન્દ્રોના સંચાલકોએ માત્ર 75 મણ મકાઇ અને 100 મણ બાજરી લેવાની વાત કરતા ટ્રેક્ટર ભરીને પહોંચેલા ખેડૂતો અને જવાબદાર અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી... તો બાદમાં જાહેરાત કર્યા બાદ ફરી સરકાર ફરી જતા ખેડૂતો વિલા મોઢે પરત ફર્યા હતા..

