Video: સાબરકાંઠાના વિજયનગરમાં 5.59 લાખ રૂપિયાથી વધુની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

સોર્સ: gstv

સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. દલપતપુરા ગામે રહેતા સુનિલકુમાર વિનોદભાઈ ઘોઘરાના બંધ મકાનમાંથી 5.59 લાખ રૂપિયાથી વધુના મુદ્દામાલની ચોરી થઈ હતી. પોલીસ તપાસમાં ફરિયાદીનો નાનો ભાઈ સિદ્ધરાજ શંકાના દાયરામાં આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતાં પરિવારજનોની ગેરહાજરીમાં ઘરમાં પ્રવેશ કરી દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું. ચોરી કરેલા દાગીના ઘરની બાજુમાં આંબાના ઝાડ નીચે દાટી દીધા હોવાની કબૂલાત બાદ પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત