Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Sabarkantha news: People from 11 villages held a huge candle march to protest against the government's implementation of HUDA

Sabarkantha news: હુડાના અમલના વિરોધમાં 11 ગામનાં લોકોએ વિશાળ કેન્ડલ માર્ચ યોજી, સરકાર સામે વિરોધ નોંધાવ્યો

Timeછેલ્લું અપડેટ : 16 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Sabarkantha news: હુડાના અમલના વિરોધમાં 11 ગામનાં લોકોએ વિશાળ કેન્ડલ માર્ચ યોજી, સરકાર સામે વિરોધ નોંધાવ્યો
સોર્સ : GSTV

Sabarkantha news: હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે 'હુડા' (HUDA)ના અમલીકરણ સામે 11 ગામના લોકોનો વિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. 'હુડા'ના નોટિફિકેશન બાદ 40 ટકા જમીન કપાતમાં જવાની દહેશતને પગલે ખેડૂતોમાં ભારે આક્રોશ છે. ખેડૂતો માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે 'હુડા'ને કોઈપણ ભોગે રદ કરવામાં આવે. આ જ માંગ સાથે આજે હિંમતનગર શહેરમાં 11 ગામના હજારો લોકોએ વિશાળ કેન્ડલ માર્ચ યોજીને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. 

App Store

જમીન અમારી, મહેનત અમારી, પણ નિર્ણય સરકારનો.? 
હિંમતનગરના 11 ગામના ખેડૂતોના મનમાં આ જ સવાલ ઘૂમરાઈ રહ્યો છે. હડિયોલ, બેરણા, કાંકણોલ જેવા અગીયાર ગામોમાં અત્યારે અસંતોષનો માહોલ છે. 'હુડા'નું નોટિફિકેશન ભલે વિકાસનું ગાણું ગાતું હોય, પણ તેની પાછળ છુપાયેલી 40 ટકા જમીન કપાતની જોગવાઈ ખેડૂતોની જિંદગીને ઉજ્જડ કરી નાખે તેમ છે. 40 ટકા જમીન એટલે માત્ર જમીનનો ટુકડો નહીં, પરંતુ પેઢી દર પેઢીની મહેનત અને આજીવિકા. પોતાના ખેતરો ગુમાવવાના ડરે ખેડૂતો રોષે ભરાયા છે. રોજેરોજ નવા કાર્યક્રમો આપીને આ 11 ગામના લોકોએ હિંમતનગરમાં આંદોલનની એક નવી જ મિશાલ કાયમ કરી છે. આ વિરોધ હવે માત્ર ગામની સીમ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ શહેરના રાજમાર્ગો પર પણ ઉતરી આવ્યો છે.

આજના આંદોલનનું સૌથી મોટું અને અસરકારક દ્રશ્ય.!

હિંમતનગરના હૃદય સમા માર્ગો પર આજે હજારો મીણબત્તીઓ પ્રગટી. અંધારામાં આ મીણબત્તીઓનો પ્રકાશ જાણે કે સરકારની આંખો ખોલવા માટેનો એક સંદેશ હતો. હડિયોલથી માંડીને કાંકણોલ સુધીના 11 ગામના 11 હજારથી વધુ લોકો હાથમાં મીણબત્તી લઈને નીકળ્યા. આ શાંતિપૂર્ણ માર્ચે જણાવી દીધું છે કે તેમનો સંઘર્ષ હવે સમાધાન વગર અટકવાનો નથી.હજારોની સંખ્યામાં ઉમટેલા આ ખેડૂતોએ ફરી એકવાર સરકારને વિચારવા માટે મજબૂર કરી દીધી છે. ખેડૂતોની એકતા અને આક્રોશ સ્પષ્ટપણે જણાવી રહ્યો છે કે આ લડાઈ હવે આસાન નથી.
 
હિંમતનગરની ધરતી પર આજે ખેડૂતોનો જનઆક્રોશ ઉમટ્યો. 40 ટકા જમીન કપાતની નીતિ સામે 11 ગામના લોકોએ એક અવાજે 'હુડા' રદ કરવાની માંગ કરી છે. આજે કેન્ડલ માર્ચ દ્વારા ખેડૂતોએ સરકારને જાગૃત રહેવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે. હવે સવાલ એ છે કે, વિકાસની આ યોજના સામે ખેડૂતોના હિતોનું સંતુલન કેવી રીતે સધાશે ? તે તો આવનાર સમય જ બતાવશે.