Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Sabarkantha: Fatal attack on truck driver at cold storage, cause unknown

સાબરકાંઠા: કોલ્ડ સ્ટોરેજ પર ટ્રક ડ્રાઈવર પર જીવલેણ હુમલો, કારણ અકબંધ

Timeછેલ્લું અપડેટ : 07 Mar 2025
લાઇવ ટીવીGoogle News
સાબરકાંઠા: કોલ્ડ સ્ટોરેજ પર ટ્રક ડ્રાઈવર પર જીવલેણ હુમલો, કારણ અકબંધ

સાબરકાંઠા જિલ્લામાં આવેલા વાત્રક ગામના તખતપુરાના ડ્રાયવર પર રણાસણમાં ખાનગી કોલ્ડ સ્ટોરેજ પર હુમલો થયો હતો. જો કે, આ હુમલો ત્રણ દિવસ પહેલા થયો હતો. પરંતુ હુમલા અને માર મારવાનું કારણ અકબંધ રહ્યું હતું.

App Store

આ ડ્રાયવરને માર મારવાનું કારણ અકબંધ રહ્યું હતું. જેથી તેની પર ખૂની હુમલા પાછળ શું હેતુ હશે તેની જાણ ન થઈ શકી. ડ્રાયવરે તલોદ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ-ત્રણ દિવસથી અરજી કરવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી નહોતી કરી. જેથી તલોદ પીઆઈની કામગીરી સામે અનેક સવાલો ઉઠયા છે.ઈજાગ્રસ્ત ડ્રાયવરના પરિવારજનો તલોદ પોલીસ મથકે ધરમધક્કા ખાવા મજબૂર બન્યા છે. ત્રણ દિવસ થયા છતાં અરજી લેવામાં વિલંબ કર્યો છે.