સાબરકાંઠા: રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં ક્લીન ચીટ મળતા કોંગ્રેસે નોંધાવ્યો ઉગ્ર વિરોધ, પોલીસે કાર્યકરો-હોદ્દેદારોને કર્યા ડિટેઇન
સાબરકાંઠાના હિંમતનગરમાં કોંગ્રેસ કાર્યકરો અને હોદ્દેદારોએ હલ્લાબોલ કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં હિંમતનગરમાં કોંગ્રેસે રાહુલ અને સોનિયા ગાંધીના સમર્થનમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
નેશનલ હેરાલ્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં રાહુલ ગાંધીને ક્લીન ચીટ મળતા કેન્દ્ર સરકાર તેમજ ભાજપ સામે કોંગ્રેસે આ વિરોધ કર્યો હતો. દરમિયાન કોંગ્રેસ કાર્યાલયથી વિરોધ કરવા નીકળેલા કોંગ્રેસીઓની અટકાયત કરવામાં આવી હતી. વિરોધ દરમિયાન ભાજપ સહિત કેન્દ્ર સરકાર સામે ભારે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
કોંગ્રેસી કાર્યકરો અને હોદ્દેદારો ભાજપ કાર્યાલયનો ઘેરાઓ કરે તે પહેલા જ તેમને ડિટેઇન કરવામાં આવ્યા હતા. ડિટેઇન કરાયેલા કાર્યકરો અને હોદ્દેદારોએ રોષ ઠાલવ્યો હતો. કાર્યાલય બહાર નીકળતાની સાથે જ પોલીસે તમામ કાર્યકરોને ડિટેઇન કર્યા હતા.

