બોટાદ: પોલીસ કર્મચારીઓની ધમકીને પગલે રીક્ષા ચાલકોની હડતાળ, મુસાફરો અને લોકો અટવાયા
બોટાદમાં આજે સવારથી જ રીક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યાં છે. બોટાદ શહેર અને તાલુકાના વિવિધ ગામડામાં જત

બોટાદમાં આજે સવારથી જ રીક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યાં છે. બોટાદ શહેર અને તાલુકાના વિવિધ ગામડામાં જતી રીક્ષાઓના પૈડા થંભી ગયા છે. પવિત્ર શ્રાવણ માસના તહેવારોમાં આવતા યાત્રાળુઓ બોટાદ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડમાં અટવાયા હતા.
બોટાદ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડમાં અટવાયા
શહેરમાં આવતા મુસાફરો વૃદ્ધો મહિલાઓ બાળકો બીમાર વ્યક્તિઓને ભારે હાલાકી પહોંચી હતી.બોટાદ જિલ્લામાં 1000 જેટલી રીક્ષાઓ ચાલકો સમાધાન નહીં થાય ત્યાં સુધી રીક્ષા નહીં ચલાવે તેવો નિર્ણય કર્યો હતો. ST બસ ખીચોખીચ મુસાફરોથી ભરાયેલી હતી.
પોલીસ કર્મચારીઓ દ્વારા ગાળો અને ધમકી આપવાના પગલે ઉતર્યા હડતાળ પર
ઉલ્લેખનિય છે કે રીક્ષા ચાલકોને જાહેરમાં પોલીસ કર્મચારીઓ દ્વારા ગાળો અને ધમકી આપવાના પગલે તેઓ હડતાળ પર ઉતર્યાં છે.






