મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટ સિવિલ હોસ્પિટલના ૮ જેટલા એમ્બ્યુલન્સ ડ્રાઈવરોના રાજીનામાં

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ સેવા સામે સંકટ ઊભું થયું છે. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા આશરે 8 જેટલા કોન્ટ્રાક્ટ બેઝના એમ્બ્યુલન્સ ડ્રાઈવરોએ અચાનક રાજીનામાં આપી દેતાં તંત્રમાં દોડધામ મચી છે. ડ્રાઈવરો દ્વારા પગાર વધારાની માંગણીને લઈને રાજીનામાં આપવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ 4 જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત છે, પરંતુ તેની સામે માત્ર એક જ ડ્રાઈવર ફરજ પર હાજર હોવાનું જાણવા મળ્યું છે. ડ્રાઈવરોની અછતના કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમાચાર શેર કરો