મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ AIIMSમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ, ઇન્ટર્ન ડોક્ટર સાથે છેડતીના આક્ષેપ

રાજકોટ AIIMSમાં ઇન્ટર્ન લેડી ડોક્ટર સાથે છેડતીના આક્ષેપ બાદ રેસિડેન્ટ ડો

રાજકોટ AIIMSમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ, ઇન્ટર્ન ડોક્ટર સાથે છેડતીના આક્ષેપ
આ સમાચાર સાંભળો

રાજકોટ AIIMSમાં ઇન્ટર્ન લેડી ડોક્ટર સાથે છેડતીના આક્ષેપ બાદ રેસિડેન્ટ ડોક્ટરો વિરોધમાં ઉતર્યા છે. આ ઘટનાના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ શરૂ કરી છે. AIIMSના નર્સિંગ ઓફિસર લલિત સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે બનેલી કથિત ઘટનાને પગલે રેસિડેન્ટ ડોક્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ઇમરજન્સી-ટ્રોમા સેન્ટર પાસે વિરોધ

ઘટનાના વિરોધમાં આશરે 50થી 60 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો AIIMSના ઇમરજન્સી-ટ્રોમા સેન્ટર પાસે એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. ડોક્ટરોએ આક્ષેપિત કર્મચારી સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ મામલે રેસિડેન્ટ ડોક્ટરોએ AIIMSના ડેપ્યુટી ડાયરેક્ટર અંકુર પ્રતાપસિંહ સમક્ષ સમગ્ર ઘટનાની રજૂઆત કરી હતી. આ ઉપરાંત AIIMSના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરને પણ ઘટનાની જાણ કરવામાં આવી છે.

 ખાતરી આપ્યા બાદ પણ રોષ

ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં રેસિડેન્ટ ડોક્ટરોનો વિરોધ યથાવત છે. ડોક્ટરોનું કહેવું છે કે ઘટનાની યોગ્ય તપાસ કરીને આક્ષેપિત કર્મચારી સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવે. હાલ આ સમગ્ર મામલે AIIMS પ્રશાસન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. ઘટનાના આક્ષેપોની સત્તાવાર તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.

આ સમાચાર શેર કરો