મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા પરેડનું ધમાકેદાર રિહર્સલ: ૩૧ ઓક્ટોબરે ૧૦ હજાર જવાનો યોજશે ભવ્ય પરેડ

સોર્સ: gstv

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ૩૧ ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને હાલ એકતાનગરમાં પરેડનું પૂરજોશમાં રિહર્સલ ચાલી રહ્યું છે. આ ભવ્ય પરેડમાં BSF, CRPF, ITBP, SSB સહિત વિવિધ અર્ધલશ્કરી દળો અને ગુજરાત સહિત અન્ય રાજ્યોના પોલીસ જવાનો જોડાયા છે. આ ઉપરાંત NCC કેડેટ્સ પણ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. કુલ ૧૦ હજાર થી પણ વધુ પોલીસ અને સુરક્ષા દળોના જવાનો આ પરેડમાં શૌર્ય અને શિસ્તનું પ્રદર્શન કરશે. ૩૧ ઓક્ટોબરે યોજાનારી આ પરેડને આખરી ઓપ આપવા માટે હાલ તંત્ર અને સુરક્ષા દળો રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો