અમદાવાદ: રેપીડો ચાલક યુવાન અને યુવતી ગોતા બ્રિજ પરથી નીચે પટકાયા, યુવતીનું ઘટનાસ્થળ પર મોત
ગોતાબ્રિજ પરથી બાઇક ઉપર એક યુવક અને યુવતી જતા હતા યુવકે પુરઝડપે ચલાવતા બાઇક ડિવાઇડર અથડાતા બાઇક

ગોતાબ્રિજ પરથી બાઇક ઉપર એક યુવક અને યુવતી જતા હતા યુવકે પુરઝડપે ચલાવતા બાઇક ડિવાઇડર અથડાતા બાઇક ચાલક યુવક અને પાછળ બેઠેલી આસામની યુવતી બ્રિજની નીચે પટકાયા હતા. જેમાં યુવતીનું મોત થયું હતું જ્યારે બાઇક ચાલક બેભાન હાલતમાં સારવાર હેઠળ છે. પોલીસ તપાસમાં યુવતીએ રેપીડો બુક કરાવી હોવાથી યુવક પાછળ બેસીને જતી હતી તે સમયે અકસ્માત થયો હતો.
બાઇક ચાલક અને યુવતી નીચે પટકાતાં યુવક ગંભીર હાલતમાં સારવાર હેઠળ
મૂળ આસામની અને હાલ અમદાવાદમાં રહેતી તીશાબહેન બાહેતી 21 વર્ષની યુવતી મંગળવારે સવારે તીશાને કોઇ કામઅર્થે જવાનું હોવાથી તેને રેપીડો ટુ-વ્હીલર બુક કર્યુ હતુ.
યુવતીનું ઘટનાસ્થળ પર મોત
જેથી નિકોલમાં રહેતા શૈલેશ પરમાર રેપીડોમાં કામ કરતો હોવાથી બુકિંગના આધારે યુવતીને લઇને ગોતા બ્રિજ પરથી પસાર થતો હતો. દરમિયાન પૂરઝડપે બાઇક ચલાવતો હોવાથી સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઇક બ્રિજના ડિવાઇડર સાથે અથડાયું હતું.
બન્ને ઉછળીને બ્રિજની નીચે પટકાતા હતા જેમાં યુવતીને ગંભીર ઇજાઓ પહોચતા ઘટના સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારેબાઇક ચાલક સારવારઅર્થે હોસ્પિટલમાંતે બેભાન હાલતમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે એસજી હાઇવે -૧ ટ્રાફિક પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.






