મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી: દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષકથી છૂટકારો મેળવા પરિવારે દિકરીને સુરત મોકલી, શિક્ષક ત્યાં પણ પહોંચ્યો

શિક્ષણ જગતને લાંછન લગાડે તેવો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. જ્યાં સાવરકુંડલા આવેલી એક સરકારી શાળામાં નોકરી કરતા શિક્ષ

અમરેલી: દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષકથી છૂટકારો મેળવા પરિવારે દિકરીને સુરત મોકલી, શિક્ષક ત્યાં પણ પહોંચ્યો

શિક્ષણ જગતને લાંછન લગાડે તેવો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે.  જ્યાં સાવરકુંડલા આવેલી એક સરકારી શાળામાં નોકરી કરતા શિક્ષકે પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે, પરિવારને આ અંગે જાણ થતા પોતાની દીકરીને તેના મામાના ઘરે સુરત મોકલી હતી. છતાં પણ શિક્ષકે સગીરાનો પીછો ન છોડ્યો અને ધમકીઓ આપી દુષ્કર્મ આચરતો હતો. આખરે કંટાળીને શિક્ષકના કૃત્યની જાણ સગીરાએ તેના મામાને કરી હતી. પરિણામે મામાએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

2021માં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર શિક્ષક દુષ્કર્મ આચર્યું હતું 

મળતી માહિતી પ્રમાણે અમરેલીના સાવરકુંડલા તાલુકામાં આવેલ એક સરકારી શાળામાં વર્ષ 2021માં ધોરણ 10માં અભ્યાસ કરતી 17 વર્ષની સગીરા પર  હવસખોર શિક્ષક વિપુલ નનુભાઈ વસોયાએ પરીક્ષામાં પાસ કરી દેવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. જોકે, આ મામલે પરિવારને જાણ થતા હવસખોર શિક્ષકથી પીછો છોડાવવા અમરેલી જિલ્લાથી 400 કિલો મીટર દૂર સુરત પોતાના મામાને ઘરે મોકલી હતી.  છતાં શિક્ષકએ યેનકેન પ્રકારે સગીરાનો સંપર્ક કરી ધમકીઓ આપી સંબંધ બાંધવા દબાણ ઉભુ કરતો કામરેજ તાલુકાના એક ગેસ્ટ હાઉસમાં લઇ જઇને અવાર નવાર ફરી દુષ્કર્મ આચરતા હતો અને હવસખોર શિક્ષકથી ત્રાસી ગયેલ સગીરાએ પોતાના મામાને શિક્ષકના કૃત્યની જાણ કરતા સગીરાના મામા કામરેજ પોલીસ મથકે દોડી ફરિયાદ નોંધાવી હતી.

હવસખોર શિક્ષકને પોલીસે દબોચી લીધો

મળેલ ફરિયાદના આધારે કામરેજ પોલીસે હવસખોર શિક્ષકને દબોચી લીધો હતો. અને તેની વિરૂદ્ધ પોકસો એક્ટ મુજબ ગુનો દાખલ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. 

આ સમાચાર શેર કરો