VIDEO: રાજુ કરપડા કાઢશે ખેડૂત યાત્રા, સૌરાષ્ટ્રથી લઈ ગાંધીનગર સુધી કરશે શક્તિ પ્રદર્શન
ગુજરાતના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે, મળતા અહેવાલ પ


ગુજરાતના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે, મળતા અહેવાલ પ્રમાણે પ્રવીણ રામ બાદ હવે રાજુ કરપડા ખેડૂત યાત્રા કાઢશે. આજે અમદાવાદમાં પત્રકાર પરિષદમાં જાહેરાત કરશે. તો બીજી તરફ સૌરાષ્ટ્રથી લઈ ગાંધીનગર સુધી રાજુ કરપડા શક્તિનું પ્રદર્શન કરશે.
સૌરાષ્ટ્રથી લઈ ગાંધીનગર સુધી રાજુ કરપડા શક્તિનું પ્રદર્શન
મળતા અહેવાલ પ્રમાણે સિંચાઈના પાણીના પ્રશ્ન, ખેડૂતોને જણસના પૂરતા ભાવ મળે અને દેવા માફી સહિતના તમામ પ્રશ્નને લઈ રાજુ કરપડા યાત્રા કાઢશે. રાજુ કપરાડા ખેડૂતોની વચ્ચે જઈને તમામ પ્રશ્નો સાંભળશે અને તેનો જલ્દી નિકાલ લાવવા માટે સરકારમાં રજૂઆત કરશે તેની ખાતરી આપશે તેવી અટકળો ચર્ચાઈ રહી છે. તો બીજી તરફ રાજુ કપરાડા ભાજપમાં જોડાશે કે નહીં તેની પણ ચર્ચા શરૂ થઈ છે.


