રાજકોટના ન્યારી ડેમ અકસ્માત મામલો: મૃતક યુવાનના પરિવારજનોએ મૃતદેહ સ્વિકારવાનો કર્યો ઈનકાર
રાજકોટ શહેરના ન્યારી ડેમ પાસે આઠેક દિવસ પહેલા કારે હડફેટે લેતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પરાગ જેન્તીભાઈ ગોહેલ (ઉ.વ.18, રહ

રાજકોટ શહેરના ન્યારી ડેમ પાસે આઠેક દિવસ પહેલા કારે હડફેટે લેતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પરાગ જેન્તીભાઈ ગોહેલ (ઉ.વ.18, રહે. મોટામવા પાસે, 50 વારિયા ક્વાર્ટર)ને તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કર્યા બાદ શનિવારે સાંજે તેણે ખાનગી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. આ અકસ્માત અંગે તેના શેઠે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટમાં ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત બાદ મામલો વધુ ઉગ્ર બન્યો
આ અકસ્માત અંગે કેટરીંગનું કામ કરતાં ક્રિશ અમિતભાઈ મેર (ઉ.વ.20, રહે. સિલ્વર એવન્યુ શેરી નં. 3, આત્મીય કોલેજ પાસે)એ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે ગઈ 21 માર્ચના રોજ ન્યારી ડેમ પાસે આવેલા બંગલામાં ફંકશન હતું, જેમાં તે હાજર હતો. જ્યાં આવવા માટે તેને ત્યાં કામ કરતો પરાગ તેનું જ એક્ટિવા લઈ જતો હતો. ત્યારે ધારી ડેમ પાસે તેને કારના ચાલકે હડફેટે લીધો હતો. જાણ થતાં તે સ્થળ પર પહોંચ્યો હતો. ત્યારે ત્યાં અકસ્માત સર્જનાર નેક્સોન કાર પડી હતી.
સગીર નબીરા ડ્રાઈવર અને પ્રવિણસિંહ જાડેજાની અટકાયત
પોલીસ ઘટનાસ્થળે અને ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચી હતી, જ્યાં મૃતદેહનું પંચનામું કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આગળની તપાસ અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. અકસ્માતમાં સામેલ એક સગીર નબીરા ડ્રાઈવર અને પ્રવિણસિંહ જાડેજા નામની વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે, જેમના વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે.
અકસ્માત બાદ મામલો વધુ ઉગ્ર બન્યો
રાજકોટમાં ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત બાદ મામલો વધુ ઉગ્ર બન્યો છે આ ઘટના બાદ મૃતકના પરિજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા અને આ મામલે ન્યાયની માગણી કરી રહ્યા છે.






