Rajkot news:ચૂંટણી આયોગે અનામત રોટેશન જાહેર કર્યું, શું મહાનગરપાલિકાની ચૂંટણી થશે વહેલી?

ગુજરાતની રાજ્યની રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટણીના ભણકારા શરૂ થયા છે. મળતા અહેવાલ પ્રમાણે ચૂંટણી આયોગે અનામત રોટેશન જાહેર કર્યું છે. મહાનગરપાલિકાની 18 બોર્ડની 72 બેઠકો પૈકી 36 સ્ત્રી અનામત છે. આ રોટેશનથી અનેક રાજકીય દળોના સમીકરણ બદલાશે અને કેટલાક નેતાઓને મનપાની ચૂંટણી લડવામાં મુશ્કેલી પડી શકે છે.
નવી યાદી મુજબ સવર્ણોમાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધી
મહાનગરપાલિકાની અન્ય બેઠકોની વાત કરીએ તો 5 અનુસૂચિત જાતિ,એક અનુસૂચિત આદિજાતિ માટે,19 બેઠકો પછાત વર્ગ માટે મળી કુલ 50 બેઠકો અનામત,22 બેઠકો સામાન્ય છે. ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષો વચ્ચે જંગ જામશે. નવી યાદી મુજબ સવર્ણોમાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધારે છે.
મહાનગરપાલિકાના કેટલાક વિસ્તારમાં OBC મતદારોનું પ્રભુત્વ વધ્યું
મનપાની ચૂંટણીમાં 14 વોર્ડમાં 23 જેટલી બેઠકો બદલાશે. મહાનગરપાલિકાના કેટલાક વિસ્તારમાં OBC મતદારોનું પ્રભુત્વ વધ્યું છે.ચૂંટણી આયોગની નવી યાદી મુજબ સામાન્ય વર્ગની 12 બેઠકો કપાઈ છે. રાજકોટના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ટિકિટ વાંચ્છુક કેટલાક માથાઓ કપાશે કે કોને ટિકીટ મળશે તે અંગે તમામ પક્ષોમાં ચર્ચા શરૂ થઈ છે.

