Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Weapons seized from Murgha gang's Thar vehicle

Rajkot: મુરઘા ગેંગની ગાડીમાંથી હથિયારોનો જથ્થો ઝડપાયો; GUJCTOC હેઠળ કાર્યવાહી શરૂ

Timeછેલ્લું અપડેટ : 15 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot: મુરઘા ગેંગની ગાડીમાંથી હથિયારોનો જથ્થો ઝડપાયો; GUJCTOC હેઠળ કાર્યવાહી શરૂ
સોર્સ : GSTV

રાજકોટમાં તાજેતરમાં બનેલા ગેંગવોર અને ફાયરિંગના સનસનાટીભર્યા કેસમાં રાજકોટ SOGની ટીમને મોટી સફળતા મળી છે. SOGના પીઆઈ સંજયસિંહ જાડેજા અને તેમની ટીમેને મોટી સફળતા મળી છે.  સમીર ઉર્ફે 'મુરઘા' ગેંગના આરોપીઓના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં મહત્ત્વનો ઘટસ્ફોટ થયો છે.

App Store

 સમીર ઉર્ફે મુરઘા ગેંગના સભ્યોના રિમાન્ડ દરમિયાન પોલીસે ગુનામાં વપરાયેલા હથિયારોનો જથ્થો કબ્જે કર્યો છે.  પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે, ગેંગવોરના ગુનામાં વાપરવામાં આવેલી પિસ્તોલ તેમણે એક થાર ગાડીમાં છુપાવેલી હતી. જે બાદ SOG પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 3 ગેરકાયદેસર પિસ્તોલ, 4 મેગઝીન અને 18 જીવતા કારતૂસ કબ્જે કર્યા છે.  પોલીસે થાર ગાડી પણ કબ્જે કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.

મુરઘા ગેંગના આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (GUJCTOC - ગુજસીટોક) અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે.