VIDEO: રાજકોટ ઈશ્વરીયા ગામે કડવા પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન, મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
સોર્સ : GSTV
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકોટમાં કડવા પાટીદારોનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના ઈશ્વરીયા ગામે આજે કડવા પાટીદાર સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં મેદની ઉમટી પડી હતી. તો બીજી તરફ 'પરંપરા અને પરિવર્તન' શીર્ષક હેઠળ આયોજિત આ મહાસંમેલનમાં સાંસદ પરસોત્તમ રૂપાલા અને ઉમિયાધામના પ્રમુખ મૌલેશ ઉકાણી હાજર રહ્યા હતા.
મહાસંમેલન રાજકીય અને સામાજિક દૃષ્ટિએ અત્યંત મહત્વનું
તો બીજી તરફ કડવા પાટીદાર સમાજ માટે ૧૨૫ કરોડના ખર્ચે ભવ્ય વિદ્યા સંકુલ બનાવવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા યોજાયેલું આ મહાસંમેલન રાજકીય અને સામાજિક દૃષ્ટિએ અત્યંત મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

