Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Important statement by MP Parasottam Rupala regarding illegal recruitment in Rajkot AIIMS

VIDEO: રાજકોટ AIMSમાં ગેરકાયદે ભરતીને લઈ સાંસદ પરસોત્તમ રૂપાલાનું મહત્ત્વનું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV News

VIDEO:  રાજકોટ શહેરમાં આવેલી એઈમ્સમાં ભરતી કૌભાંડનો કિસ્સો સામે આવ્યા બાદ સાંસદ પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે. આ અંગે ફરિયાદ મળી છે. અમે ફરિયાદના આધારે સઘન તપાસના પણ આદેશ આપ્યા છે. કોઈપણ ગેરરીતિ એઇમ્સમાં ચલાવી નહીં લેવાય. જે પ્રમાણે ભરતી ચાલી રહી છે તેના ડિરેક્ટર સાથે પણ અમે ચર્ચા કરીશું.

App Store

એઈમ્સમાં ભરતી કૌભાંડનો સમગ્ર મામલો શું છે

રાજકોટ એઈમ્સમાં ભરતી કૌભાંડ મામલે એઇમ્સના પૂર્વ ડિરેક્ટર ડૉ. કચોટ અને વહીવટી અધિકારી જયદેવ વાળા પર ગંભીર આરોપો લાગ્યા છે. બંનેએ નકલી સર્ટિફિકેટના આધારે પોતાના સગાંવહાલાંને નોકરી અપાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

ડૉ. કચોટ પર પુત્રને નોકરી અપાવવાનો આરોપ

ડૉ. કચોટે પોતાના પુત્રને નકલી સર્ટિફિકેટના આધારે એઇમ્સમાં નોકરી અપાવી હોવાનો આરોપ છે. ખાસ વાત એ છે કે, તેમના પુત્રની આંખમાં ખામી હોવા છતાં તેને શારીરિક રીતે ફિટ જાહેર કરી નોકરી આપવામાં આવી હતી.