VIDEO: શહેરાના વાઘજીપુર ગામમાંથી બોગસ ડૉકટર ઝડપાયો, 1.31 લાખની દવાઓ જપ્ત કરાઈ
સોર્સ : GSTV News
VIDEO: પંચમહાલ જિલ્લામાં આવેલા શહેરા તાલુકાના ખોબાં જેવડાં ગામમાંથી એલોપેથિક સારવાર આપી દવાખાનું ચલાવતો બોગસ ડૉકટર ઝડપાયો છે. પંચમહાલ એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે મેડિકલ ઓફિસરની ટીમ સાથે શહેરા તાલુકામાં વાઘજીપુર ચોકડી પર આવેલ રાજ ક્લિનિકમાં તપાસ કરતા DHMSની ડિગ્રી પર દવાખાનું ચલાવતો ઝોલા છાપ ડૉક્ટર મળી આવ્યો હતો.
ગોધરા શહેરના આરટીઓ રોડ પર રહેતો અલીઅસગર જૈનુદ્દીન કાલિયાકૂવાવાલા નામનો વ્યક્તિ એલોપેથિક સારવાર આપી તબીબી પ્રેક્ટિસ કરી દર્દીઓને સારવાર આપતો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે સમગ્ર મામલે રૂ. 1 લાખ ૩૧ હજારની એલોપેથિક દવાઓ સહિત ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ તબીબ સામે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરી હતી.

